Hindusthan Samachar
Banner 2 रविवार, अप्रैल 21, 2019 | समय 09:39 Hrs(IST) Sonali Sonali Sonali Singh Bisht

અમરેલીમાં 20 સિંહો રસ્તા ઉપર, સિંહો પાછળ કાર દોડાવીને હેરાન કરવામાં આવ્યા

By HindusthanSamachar | Publish Date: Apr 17 2019 7:13PM
અમરેલીમાં 20 સિંહો રસ્તા ઉપર,  સિંહો પાછળ કાર દોડાવીને હેરાન કરવામાં આવ્યા
અમદાવાદ/અમરેલી, 17 એપ્રિલ (હિ.સ) અમરેલીના કાંઠાળા વિસ્તારમાં લોકો સિંહ દર્શન માટે આવતા હોય છે, અમરેલીના વાડી વિસ્તારમાં ખાંભા કે કાન્થાળ ગામનો હોવાનું સામે આવ્યું છે, વીડીઓમાં બતાવવામાં આવે છે કે ડ્રાયવર સિંહોના ટોળા પાછળ ધીમે ધીમે જીપ લઈને જાય છે અને સિંહોને ભગાડી રહ્યા છે, ગાડીમાંથી અંદર બેઠેલા વ્યક્તિ ગાડીને ધીમે ચલાવવાનું કહી રહ્યા છે તેવું સંભળાઈ રહ્યું છે, સાથે કોઈ મહિલાનો પણ અવાજ આવી રહ્યો છે, હવે એ જોવાનું રહે છે કે વન વિભાગના અધિકારીઓ આ વાઈરલ વિડીઓની સામે કેવા પગલાં ભરી રહ્યા છે, પ્રાણી પ્રેમીઓ દ્વારા એ વીડીઓમાં દેખાતા લોકો સામે ક્યારે પગલાં ભરવામાં આવે છે. કહેવામાં આવે છે કે તે કારમાં સિંહોનો જાણકાર વ્યક્તિ હોવો જોઈએ. \Rહિન્દુસ્થાન સમાચાર/પારસ \R
लोकप्रिय खबरें
फोटो और वीडियो गैलरी
image