Hindusthan Samachar
Banner 2 गुरुवार, मार्च 21, 2019 | समय 21:39 Hrs(IST) Sonali Sonali Sonali Singh Bisht

ગુજરાતની ૨૬ લોકસભાની બેઠકો માટે બીજેપી ચુંટણી સમિતિની બેઠક આવતીકાલથી ગાંધીનગરમાં મળશે

By HindusthanSamachar | Publish Date: Mar 16 2019 9:25PM
ગુજરાતની ૨૬ લોકસભાની બેઠકો માટે બીજેપી ચુંટણી સમિતિની બેઠક આવતીકાલથી ગાંધીનગરમાં મળશે
અમદાવાદ, 16 માર્ચ (હી.સ) આગામી લોકસભાની ચુંટણી માટે 26 બેઠકોના ઉમેદવારો માટેના સૂચનો અને અભિપ્રાયો લેવા માટે પ્રદેશ નિરીક્ષકો દ્વારા જે તે લોકસભા જઈને અભિપ્રાયો લેવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઇ છે, ગાંધીનગરમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, લોકસભાના ચુંટણી પ્રભારી શ્રી ઓમ માથુર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી ની ઉપસ્થિતિમાં કાલથી ત્રણ દિવસ માટે લોકસભા ચુંટણી સમિતિની બેઠક મળવાની છે, જેમાં દરેક 26 લોકસભાના નિરીક્ષકો દ્વારા જે અભિપ્રાયો અને સૂચનો મેળવ્યા છે તેની સમીક્ષા કરવામાં આવશે, આ લોકસભા ચુંટણી સમિતિની બેઠકમાં લોક્સભાનાનીરીક્ષકો તથા જીલ્લા સંકલન સમિતિ સહીત અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં ઉમેદવારોના નામ અંગે ચર્ચા-વિચારના કરવામાં આવશે, તા-17 માર્ચ રવિવારના રોજ પંચમહાલ, ભરૂચ, વડોદરા,છોટા ઉદેપુર, દાહોદ, વલસાડ, નવસારી, બારડોલી, સુરત, આનંદ અને ખેડા સહીત ૧૧ બેઠકોની સમીક્ષા કરવામાં આવશે. તા-18 માર્ચ સોમવારના રોજ અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, અમરેલી, જામનગર, સાબરકાંઠા, બનાસકાંઠ, મહેસાણા, ભાવનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગર સહિતની ૧૧ બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે અને તા-19 માર્ચના રોજ બાકી રહેલા શેરો જેવાકે કચ્છ, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ એમ 4 બેઠકો માટે સમીક્ષા હાથ ધરાશે. આ બેઠકમાં બેઠક પ્રમાણે સંભવિત નામોની યાદી તૈયાર કરીને કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ મંજુરી માટે રજુ કરવામાં આવશે. હિન્દુસ્થાન સમાચાર/પારસ
लोकप्रिय खबरें
फोटो और वीडियो गैलरी
image